.jpg)
લોકો સુધી કમ્પ્યૂટરના પાયાના જ્ઞાાનને પૂરું પાડવા માટે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. Microsoft Office 2003 માં Computer Fundamental, Window XP, MSWord-2003, MSExcel-2003, MSPowerPoint-2003 અને Internet ની માહિતી આપેલ છે. Computer Fundamental માં કમ્પ્યૂટરના કાર્યો, કમ્પ્યૂટરના વિવિધ ભાગો અને તેની કાર્યપદ્ધતિ તેમજ કમ્પ્યૂટરની પેઢીઓ વિશે સમજાવવામાં આવેલ છે. Windows XP માં Windows ના desktop, નવા ઉમેરેલ પ્રોગ્રામ તેમજ કમ્પ્યૂટરના વિવિધ ભાગોને કેવી રીતે control કરવા, નવું folder કેવી રીતે બનાવવું, કોઈ application કે પ્રોગ્રામના shortcut બનાવવાની રીત પણ દર્શાવેલ છે. MS Word 2003 દ્વારા નવું document બનાવી શકાય તેમજ document નો કાયમી સંગ્રહ કરી શકાય છે. માહિતીનો table સ્વરૃપમાં સંગ્રહ પણ કરી શકાય છે. MS Excel 2003 દ્વારા data નું analysis કરી શકાય, તેમજ data ને graphical રીતે રજૂ કરી શકાય છે. આ ઉપરાંત Payroll, Marksheet વગેરે બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. MS Powerpoint 2003 દ્વારા માહિતીનું presentation બનાવી તેને સરળતાથી સમજી શકાય છે. Internet દ્વારા દૂર રહેતા સગાસંબંધી તેમજ મિત્રો સાથે વાતચીત કરી શકાય છે. તેમજ સંદેશાવ્યવહારની આપ-લે થઈ શકે છે. કોઈપણ માહિતીને સરળતાથી શોધી શકાય છે. આમ ઉપરોક્ત દરેક કાર્યોને અનુલક્ષીને તૈયાર કરેલ આ પુસ્તક વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વ્યવસાયિકો, ગૃહિણીઓ તેમજ કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાાન મેળવવા ઈચ્છતા દરેક વ્યક્તિઓ માટે ઉપયોગી છે.