Return Policy

સામાન્ય રીતે ઓર્ડર્સ www.Computerworld.ind.in ના સ્ટોક અને પ્રાપ્તિના આધારે 2 થી 4 કામકાજના દિવસોની અંદર મોકલવામાં આવે છે. ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં આપેલ સમય કરતા 5 થી 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તમારા ઑર્ડરના તમામ પુસ્તકો એકસાથે અથવા એકથી વધુ માલસામાનમાં મોકલવામાં આવશે.

• ગુજરાતમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 40.00 છે.
• મુંબઈ-મહારાષ્ટ્રમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 75.00 છે.
• ભારતના અન્ય તમામ રાજ્યોમાં (એક પુસ્તકનો) શિપિંગ ચાર્જ રૂ. 100.00 છે.

ઝડપી કુરિયર સર્વિસ :
• ભારતમાં તમામ પ્રી-પેઈડ ઓર્ડરનાં (ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, કેશ કાર્ડ, નેટ બેન્કિંગ, ચેક) પુસ્તકો કુરિયર સર્વિસ મારફત મોકલવામાં આવે છે, પુસ્તકો મોકલાયાં બાદ, ડિલીવરી માટેનો અંદાજીત સમય ગુજરાતમાં 4 થી 5 દિવસ, મુંબઈ-મહારાષ્ટ્રમાં 5 થી 7 દિવસ, અને અન્ય રાજ્યોમાં 10 થી 12 દિવસ છે. (જાહેર રજાના દિવસો સિવાય) ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં આપેલ સમય કરતા વધુ સમય લાગી શકે..
• ભારતભરમાં અંદાજે 1600થી વધુ સ્થળો પર કુરિયર-સેવા ઉપલબ્ધ છે.
• ખાસ નોંધ : પ્રી-પેઈડ ઓર્ડર હોવા છતાં ગ્રાહકનાં સરનામા પર કુરિયર-સેવા ઉપલબ્ધ ના હોય કે www.Computerworld.ind.in ના કુરિયર પાર્ટનર ત્યાં ડિલીવરી નહીં આપતા હોય, તો તેવા ઓર્ડર્સના પુસ્તકો રજીસ્ટર્ડ પોસ્ટલ સર્વિસ મારફત મોકલવામાં આવશે.

ઓનલાઈન ટ્રેકિંગ :
• તમામ ઓર્ડરનું ઓનલાઈન ટ્રેકિંગ શક્ય છે. અલબત્ત, હાલમાં વેબસાઈટ પર ટ્રેકિંગની સુવિધા નથી. ગ્રાહકને આ વિગતની જરૂર હોય તો www.Computerworld.ind.in નો સંપર્ક કરવાથી મળી શકશે.

ઓર્ડર કેન્સલ / રિપ્લેસમેન્ટ :
• ઓર્ડર આપ્યા પછી કોઈપણ સંજોગોમાં ઓર્ડર રદ્દ થશે નહિ, પણ જે તે ઓર્ડર માટે રિપ્લેસમેન્ટ ની સુવિધા www.Computerworld.ind.in ઉપલબ્ધ કરાવી શકશે.
• www.Computerworld.ind.in દ્વારા મોકલાવેલ પુસ્તક / પુસ્તકોમાં કોઈપણ જાતની ખરાબી હોય જેવી કે પુસ્તક ફાટેલું હોય, પાનાઓ કોરા હોય, પાનાઓના નંબર આડા અવળા હોય કે પુસ્તક ભીનું હોય ફક્ત આ સંજોગોમાં જ www.Computerworld.ind.in આપેલ ઓર્ડર માટે રિપ્લેસમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ કરાવી શકશે.
• એના માટે વપરાશકર્તાએ પુસ્તક મળ્યાના 1 દિવસની અંદર પોતાના એકાઉન્ટમાંથી રિપ્લેસમેન્ટ માટેની વિનંતી www.Computerworld.ind.in ને કરવાની રહેશે.અને સ્વ ખર્ચે www.Computerworld.ind.in ની ઓફિસે 43, પાંચમો માળ, સાનિધ્ય કોમ્પ્લેક્સ, સન્યાસ આશ્રમ ની સામે, આશ્રમ રોડ, અમદાવાદ - 380009 ખાતે પરત મોકલવાની રહેશે.
• www.Computerworld.ind.in પુસ્તક / કો પરત મળતા આપેલ ધારા ધોરણ મુજબ ચકાસણી કરશે અને ખરાબી વાજબી જણાતા વપરાશકર્તાને તે જ પુસ્તક / કો ફરીથી વપરાશકર્તાને આપેલ સમયગાળા દરમ્યાન મોકલવામાં આવશે.
• જો ઑર્ડર આપેલ પુસ્તક અમારા સ્રોતો દ્વારા અથવા અન્ય કોઈ કારણસર ઉપલબ્ધ ન હોય તો અમે ઓર્ડર રદ કરી શકીએ છીએ.

Refund:
જો www.Computerworld.ind.in તમારા ઓર્ડરની કોઈ પણ પુસ્તક (ઓ) આપવા અસમર્થ હોઈએ તો www.Computerworld.ind.in ગ્રાહક દ્વારા પહેલાથી ચુકવણી કરેલ,સંબંધિત સંપૂર્ણ રકમ (શિપિંગ ચાર્જિસ સાથે) પરત કરીશું.
www.Computerworld.ind.in રિફંડ માટે નીચેનામાંથી કોઈ પણ સાધનનો ઉપયોગ કરીશું:
રકમ તમારા બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા www.Computerworld.ind.in તમને બેન્ક ચેક મોકલી શકીએ છીએ.