Description
સ્ત્રી-પુરુષ સંબંધો ઉપર લખાયેલી સૌથી પ્રખ્યાત પુસ્તક
જ્હોન ગ્રે રચિત પુસ્તક મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ દ્વારા હજારો દંપતીઓ પોતાના સંબંધોમાં મૂળભૂત પરિવર્તન લાવી શક્યા છે.
આજે એક આધુનિક શિષ્ટ ગ્રંથ તરીકે ગણના પામેલું આ પુસ્તક એક વિલક્ષણ રચના છે જેને પરિણામે સ્ત્રી અને પુરુષ એ સમજી શક્યા છે કે તેઓ ખરેખર કેટલા ભીન્ન છે.
અને પોતાની જરૂરિયાતોનો સંદેશ સામી જાતિની વ્યક્તિને કઈ રીતે પહોંચાડવો જેથી સંઘર્ષ પેદા ન થાય અને નજ્દીકીને વધારવા માટે પુરતી તક મળતી રહે.
આ પુસ્તક તમને સમજાવશે કે કઇ રીતે
• સ્ત્રી પુરુષના સંબંધો પ્રેમભર્યા અને ટકાઉ બનાવવા
• સામી વ્યક્તિનો મૂડ ઓળખવો અને તેમાં કઈ રીતે અસરકારક પ્રતિભાવ આપવો
• પાછળ પડ્યા વિના કે બળજબરી કર્યા વિના પણ પોતાને જોઈએ તે મેળવવું
• મુશ્કેલ લાગણીઓને વહેંચવી
• દલીલબાજીની પીડા ટાળવી
• પોતાના સાથીદાર, સહકાર્યકર્તાઓ કે મિત્રોને પહેલા કરતા વધુ સારી રીતે સમજવા
જ્હોન ગ્રે બેસ્ટ સેલિંગ લેખક, પ્રવચનકાર તથા સંબંધો માટેના સલાહકાર છે. તેમના પુસ્તકો જગતભરમાં લાખોની સંખ્યામાં વેચાયાં છે.
Reviews
There are no reviews yet.