“શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં એક અજોડ બ્રાન્ડ તરીકે વિકસિત એક પ્રતિષ્ઠિત નામ એટલે – કમ્પ્યૂટર વર્લ્ડ.”
  •   કમ્પ્યૂટર વર્લ્ડ ની સ્થાપના ૧૯૯૭ માં થઇ હતી.
  •   કમ્પ્યૂટર વર્લ્ડ એક IT આધારિત કંપની છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન ની વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી ભાષામાં કમ્પ્યૂટર સંબધિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત પુસ્તકો તથા સી.ડી,પુરા પાડે છે.
  •    આ ઉપરાંત ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડની  શાળાના અભ્યાસક્રમને લગતા પુસ્તકો, CCC, BCA, PGDCA, MCA, NSDC અને MES ને લગતા પુસ્તકો તેમજ બેંક, રેલ્વે, GPSC, પોલીસ ભરતીને લગતી સ્પર્ધાત્મક પરિક્ષાઓના પુસ્તકો પ્રકાશિત કરે છે.
  •     કમ્પ્યૂટર વર્લ્ડ તેના અલગ ડીપાર્ટમેન્ટ દ્વારા IT અને Non-IT આધારિત CCC, સામાન્ય અધ્યયન, શાળા કક્ષાની અને માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરિક્ષાઓ વગેરે માટે Animation Software તૈયાર કરે છે.
  •     અમારું ઇન્ફર્મેશન ટેકનોલોજી આધારિત “Tech N Teach”  ગુજરાતી મેગેઝીન પાંચ હજારથી વધારે સંખ્યામાં વાચક વર્ગ ધરાવે છે. આ મેગેઝીન આધુનિક ટેકનોલોજી વિશે, સોફ્ટવેર સંબંધિત ટીપ્સ, મોબાઈલ ટેકનોલોજી, અમેઝિંગ વેબસાઈટ્સ, ક્વિઝ વગેરે રસપ્રદ લેખો દ્વારા વાચકોને નવી ટેકનોલોજી સાથે માહિતગાર કરે છે.
  •      હાલમાં તે ૩૦ થી વધારે સહ-કર્મચારી શક્તિ સાથે સમગ્ર ભારતમાં સેવા ઉપલબ્ધ કરાવે છે.