Description
Personal કમ્પ્યૂટર બજારમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી તેની રચના અને તેની ક્ષમતામાં અનેક ફેરફારો થયા છે. દરેક અલગ-અલગ ક્ષેત્ર પ્રમાણે નવા નવા સોફ્ટવેર પેકેજીસ પણ શોધાયા છે.
પ્રિન્ટીંગ અને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં ઉપયોગમાં આવતા ફોટોશોપ, પેજમેકર અને કોરલ ડ્રો જેવા સોફ્ટવેર વિશેની સંક્ષિપ્ત સમજૂતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
આ પુસ્તકમાં DTP Package ના સોફ્ટવેરને કેવી રીતે install કરવા તેની માહિતી આપેલ છે. આ પુસ્તકમાં જાહેર ખબરો, બિઝનેશ કાર્ડ, બાયોડેટા, લેટરહેડ, મેમો પેપર, બ્રોસર વગેરે બનાવવા માટે page maker સોફ્ટવેર, vector images, Logo તેમજ અન્ય ઊંચી ગુણવત્તાનું drawing કરવા માટે Corel Draw નો સમાવેશ કરેલ છે.
આ ઉપરાંત image માં editing, mixing, touching, ખાસ effects તથા web layout તૈયાર કરવા માટે powerful એવા Photoshop સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખૂબ જ સરળતાપૂર્વક સમજાવેલ છે. દરેક સોફ્ટવેરના Tools તેમજ command નો કેવી રીતે ઉપયોગ કરવો તે ઉદાહરણ સાથે સમજાવેલ છે.
આ પુસ્તક ડિઝાઈનીંગ, ગ્રાફિક્સ વગેરે જેવા ક્ષેત્રોમાં જવા ઇચ્છનાર વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.