Description
ભારત દેશનું ભવિષ્ય આજનો વિધાર્થી છે. તેથી આપણી સૌની ફરજ અને જવાબદારી છે કે તેના માટે શિક્ષણનું એક ઉમદા વાતાવરણ તૈયાર કરવું જેથી તે દેશના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપી શકે અને પ્રગતિનાં સોપાન સર કરે. આ કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીનું સૌથી ઉજવળ પાસુ એ છે કે તે વિધાર્થીજગતને સર્વદિશાઓમાં શિક્ષણની અનેકાનેક ઉત્તમ તકો પૂરી પાડે છે. ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં વિધાર્થીઓ માટે વિધાર્થીઓનું જ્ઞાન ખૂબ જરુરી છે. વિધાર્થીઓમાં કમ્પ્યૂટર સાક્ષરતાનો પ્રસાર એ હેતુથી “કમ્પ્યૂટર સાથે મિત્રતા” ની ધોરણ 1 થી 8 માટેની શ્રેણી પ્રકાશિત કરતાં અમને આનંદ થાય છે.
આ શ્રેણીના દરેક પુસ્તકો મુદ્દાસર અને સરળ ભાષામાં લખાયા છે. સ્ક્રીન-શોટસની મદદથી વિધાર્થીઓ ખૂબ ઝડપથી અને સહેલાઇથી કમ્પ્યૂટર શીખી શકે તેની કાળજી રાખવામાં આવી છે. આ ઉપરાંત દરેક વિષયવસ્તુને તર્કબધ્ધ રીતે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તક “ ભાર વિનાના ભણતર” ના સિધ્ધાંતને અનુરુપ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. વિધાર્થીના સ્વ-અધ્યયન તથા મૂલ્યાંકન માટે સ્વાધ્યાય તેમજ પ્રેકિટકલ વિભાગ આપેલ છે.
ધોરણ-1 નું આ પુસ્તક સુંદર રંગીન ચિત્રો સાથે જ્ઞાન-ગમ્મત પૂરું પાડે છે. આ પુસ્તક દ્રારા વિધાર્થીઓ કુદરતી અને કૃત્રિમ વસ્તુઓ, કમ્પ્યૂટર અને તેના ભાગો , કમ્પ્યૂટર ના બીજા સાથીદારો, કમ્પ્યૂટર ના વિવિધ કાર્યો અને કમ્પ્યૂટર ની સાચવણીથી પરિચિત થશે. આ પુસ્તક અંગે આપના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.
Reviews
There are no reviews yet.