Description
આજના ઝડપી પરિવર્તન પામતા યુગમાં સામાન્ય જ્ઞાનનું વિશેષ મહત્વ છે. ગુજરાત સરકારના વિવિધ ભરતી બોર્ડ જેવાં કે , ગુજરાત જાહેર સેવા આયોગ , ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , રાજ્ય પરીક્ષા બોર્ડ વગેરે દ્રારા આયોજિત પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનના વિષયમાં ગુજરાતને લગતાં હેતુલક્ષી પ્રશ્નોનું વિશેષ મહત્વ છે.
આ પુસ્તકમાં ગુજરાતનો ઇતિહાસ , ગુજરાતની ભૌગોલિક માહિતી, ગુજરાતની રાજકીય વ્યવસ્થા , ગુજરાતી સાહિત્ય, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, ગુજરાતની વિશિષ્ટ માહિતીનો સમાવેશ થાય છે.
અમને આશા છે કે આ માહિતી આપને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણી ઉપયોગી સાબિત થશે. આ પુસ્તક અંગે આપના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.
Reviews
There are no reviews yet.