Description
અત્યારના સમયમાં કમ્પ્યૂટર ટેકનોલોજી ક્ષેત્રમાં થતા ઝડપી ફેરફારોને કારણે Open Source ક્ષેત્રે ઘણા અવનવા સંશોધનો થઈ રહ્યા છે. Open Source સોફ્ટવેરને નિઃશુલ્ક download કરી શકાય છે. OpenOffice એવું જ એક Open Source સોફ્ટવેર પેકેજ છે.
OpenOffice પેકેજ Microsoft Office સાથે ઘણું સામ્યતા ધરાવતું સોફ્ટવેર પેકેજ છે. જેથી તેને ઓપરેટ કરવું ઘણું સહેલું છે.
OpenOffice પેકેજને Windows અને Linux એમ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં Install કરી શકાતું હોવાને કારણે નજીકનાં ભવિષ્યમાં તેનો ઉપયોગ ખૂબ જ વધશે. આ પુસ્તકમાં OpenOffice નો પરિચય, OpenOffice Writer, Impress અને Calc જેવા સોફ્ટવેર પેકેજમાં કાર્ય કરવા માટેના command, step વિશેની માહિતી જરૂરી screen સાથે દર્શાવવામાં આવી છે.
OpenOffice પેકેજનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે, શાળા-કોલેજો અને ઓફિસોમાં રોજિંદા કાર્યો જેવા કે ડોક્યુમેન્ટ બનાવવા, વિસ્તારપત્રક બનાવવા તથા પ્રેઝન્ટેશન બનાવવા માટે થાય છે.
નિઃશુલ્ક(Free) પ્રાપ્ય એવા આ Package નો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં OpenOffice ને લગતી દરેક બાબતને આકર્ષક રીતે રજૂ કરેલ છે. જે નીચે પ્રમાણે છે.
Introduction & Features of Open Office Open Office Writer
Open Office Calc Open Office Impress
આ પુસ્તક નોકરિયાત વર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ, ધંધાકીય વર્ગ તથા વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ધોરણ-12 ના અભ્યાસક્રમમાં કમ્પ્યૂટર વિષયમાં OpenOffice નો સમાવેશ કરવામાં આવેલ હોવાથી ધોરણ-12 ના વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે. સરકારી કર્મચારીઓ પણ હવે OpenOffice નો ઉપયોગ કરવા લાગ્યા છે.
Reviews
There are no reviews yet.