Description
કમ્પ્યૂટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં થતા અવનવા સંશોધનોને કારણે આજે માર્કેટમાં ઘણી ઓપરેટીંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. Windows-XP, Window-Vista, Windows-7, OS/2 વગેરે. Linux ૫ણ એક ઓપરેટીંગ સિસ્ટમ છે. Windows ઓપરેટીંગ સિસ્ટમની જેમ જ Linux પણ સારું GUI (Graphical user Interface) ધરાવતી હોવાના કારણે તેને ઓપરેટ કરવી ઘણી સહેલી છે. આ બુકમાં Linux OS ને કેવી રીતે ઓપરેટ કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
Linux ઓપરેટીંગ સિસ્ટમની Freeware અને Open Source લાક્ષણિકતાને કારણે તે ખૂબ જ પ્રચલિત બની રહી છે. તેની આ લાક્ષણિકતાને કારણે કોઈ પણ સંશોધક કે પ્રોગ્રામરો પોતાની જરૃરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત તે Robust, Secure અને High performance ઓપરેટીંગ સિસ્ટમ હોવાથી પર્સનલ કમ્પ્યૂટર અને નેટવર્ક લેવલ પર તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
આ પુસ્તકમાં Linux History, Installation, Directory Structure, File Management, GUI (Graphical User Interface), OpenOffice, Shell command અને Shell programming જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તક વિદ્યાર્થી વર્ગ, નોકરીયાત વર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ તથા વ્યાવસાયિક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ધોરણ- 12 ના અભ્યાસક્રમમાં કમ્પ્યૂટર વિષયમાં Linux ઓપરેટીંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવેલ હોવાથી ધોરણ – 12 ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.