Description
System Analysis and Design વિષય એ સોફ્ટવેર ડેવલોપમેન્ટ ક્ષેત્રનો પાયાનો વિષય છે. કોઈપણ પ્રકારની સિસ્ટમ વિકસાવવા માટે પ્રથમ તેનુ Analysis અને Designing કરવું ખૂબ જ જરૃરી છે. Analysis પ્રક્રિયામાં સિસ્ટમ વિકાસ માટેની તમામ જરૃરી માહિતી અને સિસ્ટમના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. Design પ્રક્રિયામાં Analysis પ્રક્રિયાની તમામ માહિતી તથા યુઝરની જરૃરીયાતને ધ્યાનમાં રાખીને સિસ્ટમનું Designing કરવામાં આવે છે.
આ પુસ્તકમાં M.C.A., B.C.A., P.G.D.C.A., IGNOU અને DOEACC ના અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખીને Short અને Long પ્રશ્નોના જવાબો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી diagrams નો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
આ પુસ્તક ખાસ કરીને કમ્પ્યૂટર વિષયમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તક સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આધારિત તૈયાર કરાયેલ છે. પરંતુ તેમા વિષય આધારિત તમામ મહત્વપૂર્ણ માહિતીને આકૃતિ સાથે સમજાવવામાં આવેલ હોવાથી, System Development ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા તમામ વ્યક્તિ માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.