Description
સ્વતંત્ર ભારતનો સૌથી માયુસ ગાળો એટલે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર સંજય ગાંધીના દરબારીઓ જયારે દેશને અંધકારમાં ડૂબાવી દીધો તે ઈમરજન્સીનો ગાળો, જૂન ૧૯૭૫ થી ઓગણીસ મહિના સુધી લોકશાહીનું ગળું ઘોટીને કોંગ્રેસનું જુલ્મી શાસન ભારતની પ્રજાને આતંકિત કરતુ રહ્યું. સેન્સરશિપને કારણે દેશમાં શું બની રહ્યું છે તેની હકીકતો પ્રજા સુધી પહોંચતી નહોતી. આ ઓગણીસ મહિના ભારતે શું જોયું – અનુભવ્યું તેનો ચિતાર અંગ્રેજીમાં બેસ્ટ સેલર થઇ ચુકેલા આ પુસ્તકમાં તમને વાંચવા મળશે.