Description
હાલમાં લગભગ દરેક જગ્યાએ રોજબરોજનાં જીવનમાં Data ની જરૃરિયાત પડતી હોય છે. Data ને સાચવવા માટે Database બનાવવાની જરૂર પડે છે. Database એ માહિતીનો સંગ્રહ હોવાથી તેને સાચવવાની જરૂર પણ પડે છે.
આ પુસ્તકમાં Database તૈયાર કરવા, તેને manage કરવા માટે ઉપયોગમાં આવતા Database Management System (DBMS) software ને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવેલ છે. આ પુસ્તકમાં Database ના users, types, desgin, અલગ-અલગ પ્રકારના models, DBMS ના અલગ-અલગ પ્રકારને વિસ્તારપૂર્વક સમજાવેલ છે. આ ઉપરાંત, File Management System, Distributed Database, Database Locking વગેરેને પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે.
ઘણી વખત સંપૂર્ણ database માંથી અમુક જ data ની જરૂર પડે છે, ત્યારે આ data ને મેળવવા માટે ઉપયોગમાં આવતી queries ને પણ Structured Query Language (SQL) વિભાગમાં ઉદાહરણ અને આઉટપુટ સાથે સમજાવેલછે.
કમ્પ્યૂટર ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કર્યું છે. તદ્ઉપરાંત આ પુસ્તક કોઈપણ કંપની કે સંસ્થાના વ્યક્તિઓ કે જે data નો નિયમિત ઉપયોગ કરતા હોય, તેને data ની જાળવણી તેમજ જરૂર પડે ત્યારે ઉપયોગી માહિતીને કેવી રીતે અલગ પાડીને રજૂ કરવી તે માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
Reviews
There are no reviews yet.