Description
૧૯૭૪મા પ્રતિમા બેદી નગ્ન થઈને ભરબપોરે મુંબઈમાં દોડી તેના ફોટા સામયિકો અને અખબારોમાં પ્રગટ થયા.
ઘણી બધી રીતે આ ઘટના નિર્લજ્જ મોડેલ અને તે વખતના બોલીવુડના ઉગતા સિતારા કબીર બેદીની પત્ની પ્રતિમાના ‘પાપાચાર’ સમી હતી.
જુવાનીના વિદ્રોહરૂપે ઘેરથી ભાગી નીકળ્યા પછી બેશરમ જાતીયતાની જે જીંદગી જીવી તેની આ ઘટના પરાકાષ્ટારૂપ હતી.
તે પછીના ચાર જ વર્ષમાં આ મોહિનીસભર પુષ્પ શાસ્ત્રીય નૃત્યના સિદ્ધહસ્ત કલાકાર અને મહાકાળીના અઠંગ ભક્ત તરીકેની ઓળખ પામે છે.અને એ કાપવાળા સ્કર્ટ તથા ગળાના બ્લાઉઝ છોડી સાડી પર આવી જાય છે.
મૃત્યુના થોડા વખત પહેલા એણે માથાના વાળ કઢાવી મુંડન કરાવ્યું હતું. અને પોતે એક સન્યાસીનું જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. ઓગષ્ટ ૧૯૯૮માં તે હિમાલયમાં કૈલાશ માનસરોવરની તીર્થયાત્રા પર ગઈ હતી. ને ત્યાં એના પર ડુંગરની એક ભેખડ તૂટી પડતા એનું મૃત્યુ થયું હતું. પોતાની પાછળ એ ચીરકાલીન સિદ્ધિ મુકતી ગઈ – એક ફૂલતું-ફાલતું નૃત્યગ્રામ જોઈ જ્યાં વિદ્યાર્થીઓ આજે પણ ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓ શીખે છે.
Reviews
There are no reviews yet.