Description
દુનિયાના દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટનો ઉપયોગ રોજબરોજ વધતો જાય છે. પરંતુ દરેક વ્યક્તિને ઈન્ટરનેટના વિકલ્પો અને ઉપયોગનું પૂરતું જ્ઞાાન હોતું નથી.
આ પુસ્તકમાં ઈન્ટરનેટ કોના દ્વારા અને કેવી રીતે ચલાવવામાં આવે છે, ઈન્ટરનેટ કનેકશન માટે જરૃરી ઘટકો, ઈન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી અલગ-અલગ સુવિધાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરેલ છે. આ પુસ્તકમાં ઈન્ટરનેટ પર માહિતી કેવી રીતે share કરવી, E-mail મોકલવા તથા મેળવવા, નાણાંની લેવડદેવડ, વિશ્વમાં એકબીજા સાથે વાત કરવી, મનોરંજન વગેરે સેવાનો કેવી રીતે લાભ મેળવવો તે સમજાવેલ છે. આ ઉપરાંત ખૂબ જ જરૃરી માહિતીને કેવી રીતે શોધવી, સોફ્ટવેર ડાઉનલોડ કરવા, માહિતી તથા સોફ્ટવેરને ઈન્ટરનેટ પર અપલોડ કરવા, કોઈ કંપની, સંસ્થા કે સ્કૂલ વગેરેની માહિતી કેવી રીતે મેળવવી તે ખૂબ જ સરળતાથી ખ્યાલ આવે તે રીતે સમજાવેલ છે. E-mail ID કેવી રીતે બનાવવું, તેનો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરવો, તેના અલગ-અલગ વિકલ્પોને પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે.
આ ઉપરાંત આ પુસ્તકમાં વર્લ્ડ વાઇડ વેબની શરૃઆત, તેનો કેવી રીતે ઉપયોગ કરવો, જુદા-જુદા browser અને તેના વિકલ્પોનો ઉપયોગ, URL માં ઉપયોગમાં લેવાતા પ્રોટોકોલ, સિક્યોરીટી લેવલ વગેરેને ખૂબ જ સરળ ભાષામાં stepwise સમજાવેલ છે.
આ પુસ્તક ઈન્ટરનેટથી અજાણ વ્યક્તિ તેમજ ઈન્ટરનેટથી પરિચિત બધાને તેમના career માં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તકનો અભ્યાસ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટના જ્ઞાનથી વંચિત રહેશે નહીં.
Reviews
There are no reviews yet.