Description
આજના ઝડપી પરિવર્તન પામતા યુગમાં સામાન્ય જ્ઞાનનું વિશેષ મહત્વ છે. ગુજરાત સરકારના વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનના વિષયને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
તેને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને તૈયાર કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં ગુજરાત, ભારત , વિશ્વ અને રમતગમતના વિભાગોનો સમાવેશ કરેલ છે. જેમાં ગુજરાતમાં ગુજરાતનો ઈતિહાસ , ભૂગોળ, રાજકારણ, સાહિત્ય, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર,ગુજરાતની વિવિધ યોજનાઓનો સમાવેશ કરેલ છે.
તે ઉપરાંત ભારતના વિભાગમાં ભારતનો ઈતિહાસ, ભૂગોળ, ભારતીય અર્થતંત્ર, ભારતીય બંધારણ, સાહિત્ય અને કળા, એવોર્ડ વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
તે ઉપરાંત વિશ્વમાં બ્રહ્માંડ અને અવકાશ, આપણી પૃથ્વી, વિશ્વનો ઈતિહાસ, વિશ્વની ભૂગોળ, વિજ્ઞાન દર્શન, વિશ્વના દેશો, સાહિત્ય અને સંકૃતિ, પારિતોષિકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.
રમતજગતમાં ઓલિમ્પિક રમ્તોસ્તવ, કોમનવેલ્થ રમ્તોસ્તવ, એશિયાડ રમતોસ્તવ , ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ , લંડન ઓલિમ્પિક્સ નો સમાવેશ કરેલ છે. તેમજ ગુજરાત, ભારત અને વિશ્વમાં મહત્વના પદાધિકારીઓની જાણકારી આપેલ છે.
આ પુસ્તક ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ભરતી સમિતિ-મેહ્સુલ વિભાગ, પોલીસ ભરતી બોર્ડ , ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર (TET/TAT) ની પરીક્ષાઓમાં, અઈબીપીએસ- બેંક, રેલ્વે, એલ.આઈ.સી., સ્ટાફ સિલેકશન વગેરે દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
Reviews
There are no reviews yet.