Computer World Research Department હંમેશા Student ની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓ / નોકરીયાત વર્ગ/ ધંધાદારી વર્ગ માટે ઉપયોગી બની રહે તેવા પુસ્તકોની પસંદગી કરી, તેનું વિશ્ર્લેષણ કરીને જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે તે પુસ્તકો લખાવે છે. અમારા Research Department નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નિષ્ણાત લેખકોના અનુભવનો લાભ મળે અને પુસ્તક ઉત્તમ ગુણવત્તા સાથે તૈયાર થાય તેવો છે. અમારા આ કાર્યમાં ઘણાબધા લેખકો સહભાગી થયા છે અને એ તમામ લેખકોનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.
AutoCAD 2016
₹349.00
Author : Kalpesh Patel, Computer World Research Department
Publisher : Computer World
Language : ગુજરાતી
ISBN No : 9789388092098
Book Code : CG085
Pages : 400
Description
હાલના યુગમાં કમ્પ્યૂટરનું જ્ઞાન અનિવાર્ય બની ગયું છે. આ પુસ્તક મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ, સિવિલ એન્જિનિયરીંગ તેમજ આર્કિટેક્ચર તથા ડિઝાઈનીંગ ક્ષેત્રમા આગળ જવા માંગતા દરેક માટે ઉપયોગી પુરવાર થશે.
આ પુસ્તકમાં ડ્રો ની શરૂઆત કેવી રીતે કરવી તે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલ છે, આમાં AutoCAD 2016 ને લગતા જુદા-જુદા Tools તથા Utilities સમજાવવામાં આવેલ છે તેમજ ઉદાહરણ અને પ્રેક્ટીકલ કાર્યને પણ આવરી લેવામાં આવેલ છે.
આ પુસ્તકમાં 3D Fundamentals પણ સરળ ભાષામાં સમજાવવામાં આવેલ છે. સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ આ પુસ્તકની મદદથી વાચક મિત્રો AutoCAD નું જ્ઞાન સરળતાથી મેળવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં વિષયને લગતા તમામ મુદ્દાને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે જે આ પ્રમાણે છે.
- Starting to Draw
- Tools and Utilities
- 3D Fundamentals
- 3D Modeling Environment
- Viewing Objects
- Drawing a house in 3D
- Autoclips Programming
એન્જિનિયરીંગ વિદ્યાર્થી વર્ગ, એન્જિનિયરીંગ નોકરીયાત વર્ગ તેમજ કમ્પ્યૂટર કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખુબજ ઉપયોગી છે.
તેઓશ્રી Computer World Research Department ના Head Editor અને કંપનીના Director છે. તેઓ પુસ્તકની પસંદગીથી શરુ કરીને, નિષ્ણાત અને અનુભવી લેખકોની નિમણૂંક કરીને સાચું, સરળ અને ઉપયોગી સાહિત્ય લોકો સુધી પહોંચે તે માટે સતત માર્ગદર્શન આપે છે. તેઓ પોતે જવાબદારી લઈને Team ને સતત Motivate કરે છે. તેઓ અંગત રીતે ગ્રાહકોના અભિપ્રાય પ્રાપ્ત કરીને પુસ્તકોને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટે કટિબધ્ધ છે. પ્રકાશનની વ્યાવસાયિક સફળતાને આગળ વધારવા માટે તેઓશ્રી સતત કાર્યરત છે.Kalpesh Patel
Computer World Research Department
CC-109 Dynamic HTML and XML With CC-113 Practicals
₹245.00