Description
DTP Project ના આ પુસ્તકમાં પેજમેકર, કોરલ ડ્રો, ફોટોશોપના અલગ – અલગ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલ છે.જેમ કે, પેજમેકરમાં વીઝીટીંગ કાર્ડ, પેમ્પલેટ વગેરે કેવી રીતે તૈયાર કરવા તે અલગ-અલગ પ્રોજેક્ટ દ્વારા સમજવામાં આવેલ છે.
કોરલ ડ્રોમાં બિઝનેસ કાર્ડ, કેલેન્ડર , કંપની લોગો, પોસ્ટર, બ્રોશર, હોમપેજની ડીઝાઇન, અલગ-અલગ પ્રકારના ડ્રોઈંગ કેવી રીતે તૈયાર કરવા તે જુદા-જુદા પ્રોજેક્ટ દ્વારા દર્શાવામાં આવેલ છે.
ફોટોશોપમાં ઈમેજનું બેકગ્રાઉન્ડ, ઈમેજમાં કોઈ નિશ્ચિત ભાગનો કલર બદલતો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે.તે ઉપરાંત અલગ-અલગ પેટર્ન , લોગો ,બ્રોશર ડીઝાઇન , મર્જ ફોટો , જુના ફોટોગ્રાફનું રીટચીંગ વગેરે અલગ-અલગ પ્રોજેક્ટ દ્વારા દર્શાવેલ છે. આ પુસ્તક માં એનીમેટેડ પ્રોજેક્ટ પણ દર્શાવામાં આવ્યા છે.
આ પુસ્તકમાં દરેક પ્રોજેક્ટ મેનુ, કમાન્ડ, તથા ટાસ્ક દ્વારા સમજાવેલ છે. . શરૃઆતના ડિઝાઈનર, ડિઝાઈનીંગની જાણકારી ધરાવનાર, વિદ્યાર્થીવર્ગ, નોકરિયાતવર્ગ તેમજ કમ્પ્યૂટરના કોર્સિસ ચલાવતી સંસ્થા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.