Internet for the Beginner

100.00

Author : Computer World Research Department, Kalpesh Patel
Publisher : Computer World Publication
Language : Gujarati
ISBN No : 9789380010281
Book Code : CG003
Pages : 168

Description

Description

દુનિયાના દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટનો ઉપયોગ રોજબરોજ વધતો જાય છે. પરંતુ દરેક વ્યક્તિને ઈન્ટરનેટના વિકલ્પો અને ઉપયોગનું પૂરતું જ્ઞાાન હોતું નથી.

આ પુસ્તકમાં ઈન્ટરનેટ કોના દ્વારા અને કેવી રીતે ચલાવવામાં આવે છે, ઈન્ટરનેટ કનેકશન માટે જરૃરી ઘટકો, ઈન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી અલગ-અલગ સુવિધાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરેલ છે. આ પુસ્તકમાં ઈન્ટરનેટ પર માહિતી કેવી રીતે share કરવી, E-mail મોકલવા તથા મેળવવા, નાણાંની લેવડદેવડ, વિશ્વમાં એકબીજા સાથે વાત કરવી, મનોરંજન વગેરે સેવાનો કેવી રીતે લાભ મેળવવો તે સમજાવેલ છે. આ ઉપરાંત ખૂબ જ જરૃરી માહિતીને કેવી રીતે શોધવી, સોફ્ટવેર ડાઉનલોડ કરવા, માહિતી તથા સોફ્ટવેરને ઈન્ટરનેટ પર અપલોડ કરવા, કોઈ કંપની, સંસ્થા કે સ્કૂલ વગેરેની માહિતી કેવી રીતે મેળવવી તે ખૂબ જ સરળતાથી ખ્યાલ આવે તે રીતે સમજાવેલ છે. E-mail ID કેવી રીતે બનાવવું, તેનો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરવો, તેના અલગ-અલગ વિકલ્પોને પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે.

આ ઉપરાંત આ પુસ્તકમાં વર્લ્ડ વાઇડ વેબની શરૃઆત, તેનો કેવી રીતે ઉપયોગ કરવો, જુદા-જુદા browser અને તેના  વિકલ્પોનો ઉપયોગ, URL માં ઉપયોગમાં લેવાતા પ્રોટોકોલ, સિક્યોરીટી લેવલ વગેરેને ખૂબ જ સરળ ભાષામાં stepwise સમજાવેલ છે.

આ પુસ્તક ઈન્ટરનેટથી અજાણ વ્યક્તિ તેમજ ઈન્ટરનેટથી પરિચિત બધાને તેમના career માં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તકનો અભ્યાસ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટના જ્ઞાનથી વંચિત રહેશે નહીં.

Reviews (0)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

About Author

cw-new-logo

Computer World Research Department

Computer World Research Department હંમેશા Student ની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓ / નોકરીયાત વર્ગ/ ધંધાદારી વર્ગ માટે ઉપયોગી બની રહે તેવા પુસ્તકોની પસંદગી કરી, તેનું વિશ્ર્લેષણ કરીને જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે તે પુસ્તકો લખાવે છે. અમારા Research Department  નો  મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નિષ્ણાત લેખકોના અનુભવનો લાભ મળે અને પુસ્તક ઉત્તમ ગુણવત્તા સાથે તૈયાર થાય તેવો છે. અમારા આ કાર્યમાં ઘણાબધા લેખકો સહભાગી થયા છે અને એ તમામ લેખકોનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.

KNP Passport

Kalpesh Patel

(Director, Computer World)

તેઓશ્રી Computer World Research Department ના Head Editor અને કંપનીના Director છે.

તેઓ પુસ્તકની પસંદગીથી શરુ કરીને, નિષ્ણાત  અને અનુભવી લેખકોની નિમણૂંક કરીને સાચું, સરળ અને ઉપયોગી સાહિત્ય લોકો સુધી પહોંચે તે માટે સતત માર્ગદર્શન આપે છે. તેઓ પોતે જવાબદારી લઈને Team ને સતત Motivate કરે છે. તેઓ અંગત રીતે ગ્રાહકોના અભિપ્રાય પ્રાપ્ત કરીને પુસ્તકોને વધુ ગુણવત્તાયુકત બનાવવા માટે કટિબધ્ધ છે. પ્રકાશનની વ્યાવસાયિક સફળતાને આગળ વધારવા માટે તેઓશ્રી સતત કાર્યરત છે.