ગુજરાત સરકારે E-Governance ક્ષેત્રે થઈ રહેલ ઝડપી વિકાસનો લાભ સામાન્ય નાગરિકને મળી રહે તે ઉદ્દેશથી તેના દરેક વિભાગોમાં સરળ, અસરકારક અને પારદર્શક વહીવટ પૂરો પાડી શકાય તે માટે પ્રયત્નો કરેલા છે. આ ઉદ્દેશને વધુ સારી રીતે પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકારે તેના કર્મચારીઓ અને નવી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે કમ્પ્યૂટર અંગેના બેઝિક નોલેજ માટેનો કોર્સ ફરજિયાત કરેલ છે, જેથી તેઓ કમ્પ્યૂટર જ્ઞાનથી પરિચિત થાય.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર – 10-2007 – 120320 – ગ.પ. અનુસાર નક્કી કરેલ અભ્યાસક્રમને “કમ્પ્યૂટરના બેઝિક નોલેજ” તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ પુસ્તકની શરૃઆતમાં Computer Basic, Windows, ઓપરેટિંગ સિસ્ટમ, File અને Folder Management, વિન્ડોઝ એસેસરીઝના વિવિધ પ્રોગ્રામો વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. ત્યારબાદ MS Word 2019 માં ડોક્યુમેન્ટ બનાવીને તેમાં એડિટિંગ ફોર્મેટિંગ અને અન્ય કમાન્ડની સમજૂતી આપવામાં આવી છે. MS Excel 2019 માં Spread Sheet ની સમજૂતી આપી, વિવિધ ફંક્શન અને ચાર્ટ તૈયાર કરવાની રીત દર્શાવેલી છે. એ જ રીતે MS PowerPoint 2019 માં પ્રેઝન્ટેશન તૈયાર કરીને વિવિધ effect સમજાવવામાં આવી છે. MS Outlook 2019 દ્વારા ઈ-મેઈલ સંબંધિત વિવિધ ટાસ્ક પ્રેક્ટિકલી સમજાવીને આપવામાં આવ્યા છે. ત્યારપછી નેટવર્ક, ઇન્ટરનેટ અને WWW ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. કર્મચારીઓ પોતાનું કાર્ય ગુજરાતી ભાષામાં સરળતાથી ટાઈપ કરીને કરી શકે તે માટે Microsoft Office Indic Input 3 પ્રોગ્રામની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે સરકારી અને અર્ધ-સરકારી વર્ગ-3 ના કર્મચારીઓ આ પુસ્તકના અભ્યાસ દ્વારા સરળતાથી પરીક્ષા પાસ કરી શકશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
વધુમાં આ પુસ્તકમાં સરકારી અને અર્ધ સરકારી વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીઓ માટે CCC + અંગેની જાણકારીનો સામવેશ થાય છે. જેમાં Google Utilities, Artificial Intelligent Chatbot, Video Conferencing, Cyber Security, Email, Social Media Management Etiquette, Manage your task (App), Voice Tool, E-Governance, Digital Signature/Certificate વગેરે અગત્યના ટોપિકનો સમાવેશ કરેલ છે.
આ પુસ્તક અંગે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય છે.
Reviews
There are no reviews yet.