HTML & JavaScript
₹225.00
Author : Ravindra Davda, Computer World Research Department
Publisher : Computer World Publication
Language : ગુજરાતી
ISBN No : 9788190687638
Book Code : CG019
Pages : 296
Description
આજના કમ્પ્યૂટર ટેકનોલોજીના યુગમાં વેબસાઈટનું ખૂબ જ મહત્ત્વ છે. મોટાભાગે દરેક કંપની, સરકાર કે સંસ્થા પોતાની Profile, Product ની લે-વેચની માહિતી તેમજ અન્ય સેવાની માહિતી વેબસાઈટ પર જ દર્શાવે છે. પરંતુ આ વેબસાઈટ કેવી રીતે બનાવવી તેનું જ્ઞાન હોવું પણ જરુરી છે.
આ પુસ્તકમાં વેબસાઈટ બનાવવા માટે ઉપયોગમાં આવતા Fonts, Images, Links, વેબપેજમાં table કઈ રીતે ઉમેરવું, વેબપેજમાં જુદા-જુદાં ભાગ કેવી રીતે પાડવા વગેરે માટે ઉપયોગમાં આવતા જુદા જુદા coding ને ઉદાહરણ અને આઉટપુટ સાથે સરળતાથી સમજાવેલ છે. આ ઉપરાંત દરેક tag નો ઉપયોગ વેબસાઈટમાં ક્યારે અને કેવી રીતે કરવો તે પણ સમજાવેલ છે. દરેક પેજની ડીઝાઈન એક સાથે કેવી રીતે બદલવી, તે માટે Cascading Style Sheet(CSS) નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ વિસ્તારપૂર્વક સમજાવેલ છે. વેબપેજ તથા તેની અંદર ઉપયોગમાં આવતા contents ને control કરવા જરૃરી Objects, Methods અને Events નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ Coding અને તેના આઉટપુટ સાથે સમજાવેલ છે.
આ ઉપરાંત HTML અને CSS ના ઉપયોગ દ્વારા સંપૂર્ણ વેબસાઈટ કેવી રીતે બનાવવી તે પણ ઉદાહરણ દ્વારા સમજાવેલ છે.
આ પુસ્તક વેબસાઈટ Designing માં રસ ધરાવતા દરેક વ્યક્તિ અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે, જે પોતાના Career ને વેબસાઈટ Designing ના ક્ષેત્રમાં ઘડવા માટે પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.