Description
આજે દરેક જગ્યાએ કમ્પ્યૂટરનો ઉપયોગ થવા લાગ્યો છે. દરેક ઓફિસો, સંસ્થાઓ અને ઘરે-ઘરે પણ કમ્પ્યૂટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કમ્પ્યૂટર એક પ્રકારનું મશીન હોવાથી તે ખરાબ કે બંધ થવાની સંભાવના પણ રહેલી છે. આથી કમ્પ્યૂટરનું રિપેરીંગ કરવા માટે હાર્ડવેર એન્જીનીઅર કે ટેક્નીશીયનની ખૂબ જ માંગ રહેલી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
Hardware with Networking નું પુસ્તક Computer ના ઉપયોગકર્તાઓને Computer ના Basic જ્ઞાનથી માંડી Computer Parts, તેની કામગીરી; તેમજ સંરચનાની માહિતી પુરી પાડે છે.
Computer Assembling, Operating System અને Softwore નું installation કેવી રીતે કરવું. તેની રસપ્રદ માહિતી ચિત્રો સાથે સવિસ્તાર પુરી પાડવામાં આવી છે.
Printerનું installation કેવી રીતે કરવું ? તે પણ step by step સમજાવેલ છે.
ઈન્ટરનેટના અલગ અલગ પ્રકારના Connection અને તે Connection પ્રેક્ટિકલી કેવી રીતે કરવું તે માહિતી પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.
Computer માં ઉદ્ભવતા પ્રોબ્લેમ અને તેના નિવારણ માટે Troubleshooting વિશેના અલગ – અલગ મુદ્દા પણ આ પુસ્તકમાં સમજવેલ છે. લગભલ 100 જેટલા અલગ – અલગ પ્રોબ્લેમ અને તેનું Troubleshooting સમજાવેલ છે. તે ઉપરાંત Data Recoveryની માહિતી પણ આપેલી છે.
Computer માં આવતા Virus ને કારણે થતા નુકશાનને નિવારવા માટે Antivirus Software નો ઉપયોગ કરવાની પધ્ધતિ પણ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.
Computer Networking પણ સચિત્ર સમજાવેલ છે. જેમાં Cable, Crimping, Cable Colour Code વગેરેની સરપ્રદ માહિતી આપેલી છે.
Computer નો ઉપયોગ કરતાં દરેક વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, તેમજ Hardware અને Networking ના ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવવા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે Hardware with Networking નું આ પુસ્તક ખુબજ ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.